ડીમટીરિયલાઈઝેશન: એ ભૌતિક શેર અને ઋણપત્રોને ઈલેક્ટ્રોનિક (ડિજિટલ) રૂપમાં પરિવર્તિત કરવાની પ્રક્રિયા છે. તમામ ભૌતિક પ્રમાણપત્રોના ડીમટીરિયલાઈઝ્ડ સ્વરૂપમાં ઉપલબ્ધ હોવાથી, શેર અને રોકાણ પ્રમાણપત્રોમાં (સિક્યોરિટીઝ) રોકાણનું પ્રબંધન સંચાલન કરવું વધુ સરળ બની જાય છે. જયારે ઇલેક્ટ્રોનિક એન્ટ્રીઓ ઉપલબ્ધ ન હતી, ત્યારે ખુબ વધારે બનાવટી લખાણો અને છેતરપિંડી થતી હતી, ડીમટીરિયલાઈઝેશન આ શક્યતાઓને ઘટાડે છે. ડીમટીરિયલાઈઝેશનમાં, ઈલેક્ટ્રોનિક રેકોર્ડ ડિપોઝિટરીમાં સંગ્રહિત થાય છે. ભારતમાં, નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (એનએસડીએલ) અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ (ઇન્ડિયા) લિમિટેડ (સીડીએસએલ) અધિકૃત ડિપોઝિટરી છે.
રિમટીરિયલાઈઝેશન: જે રોકાણકારોએ પહેલાથી જ રોકાણ પ્રમાણપત્રો અને ઋણપત્રો, ઈલેક્ટ્રોનિક રૂપમાં રૂપાંતરિત કરી દીધા છે, તેમની પાસે તેને ફરી એકવાર ભૌતિક રૂપમાં બદલવાનો વિકલ્પ છે. માત્ર 1 કે 2 શેરવાળા ડીમેટ એકાઉન્ટના મેન્ટેનન્સ ચાર્જ માટે ચૂકવણી ન કરવી પડે, તે માટે લોકો રિમટીરિયલાઈઝેશનનો વિકલ્પ પસંદ કરે છે. તે તમામ સિક્યોરિટીઝને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ભૌતિક પ્રમાણપત્રોમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા છે. તમારે રીમેટ રિક્વેસ્ટ ફોર્મ (આરઆરએફ) ભરવાનું રહેશે અને તેની સાથે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ (ડીપી) નો સંપર્ક કરવો પડશે.
સરખામણીના માપદંડો | ડીમટીરિયલાઈઝેશન | રીમટીરિયલાઈઝેશન |
અર્થ | ભૌતિક શેર અને ઋણપત્રોનું ઇલેક્ટ્રોનિક રૂપમાં પરિવર્તન | શેરના ઇલેક્ટ્રોનિક રેકોર્ડનું પેપર (ભૌતિક સ્વરૂપ) માં પરિવર્તન |
શેર્સની ઓળખ | ડીમટીરિયલાઈઝ્ડ શેર માટે કોઈ અલગ નંબર નથી હોતા | તેના માટે આરટીએ દ્વારા અલગ-અલગ નંબર જારી કરવામાં છે |
ટ્રાન્ઝેક્શનની રીત | બધા ટ્રાન્ઝેક્શન માત્ર ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં જ થાય છે | રિમટીરિયલાઈઝેશન પછીના તમામ ટ્રાન્ઝેક્શન ભૌતિક રીતે થાય છે |
એકાઉન્ટ મેન્ટેનન્સ અધિકારી | એકાઉન્ટનું મેઇન્ટેનન્સ, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ (એનએસડીએલ અથવા સીડીએસએલ) દ્વારા કરવામાં આવે છે | એકાઉન્ટનું મેન્ટેનન્સ કંપની દ્વારા કરવામાં આવે છે |
મેન્ટેનન્સનો ખર્ચ | મેઇન્ટેનન્સ માટેના વાર્ષિક શુલ્ક રૂ.500 અને રૂ. 1000 ની વચ્ચે હોય શકે છે | ભૌતિક પ્રમાણપત્રોના મેઇન્ટેનન્સ માટે કોઈ ખર્ચો થતો નથી |
સુરક્ષા | ડિજીટલ ફોર્મમાં ઓછા જોખમો સામેલ હોય છે | ભૌતિક કાગળ પર બનાવટી લખાણ અને છેતરપિંડીનો જોખમ વધારે રહે છે |
સમસ્યાઓ | ડીમટીરિયલાઈઝેશન એક સહેલી પ્રક્રિયા છે. તે શેર ટ્રેડિંગના તમામ પાસાઓમાં સામેલ હોય છે, જેનો અનુભવ લગભગ દરેક રોકાણકારે એકવાર જરૂર કર્યો હશે. | રીમટીરિયલાઈઝેશન એ એક અઘરી પ્રક્રિયા છે જે લાંબો સમય લે છે. તે જટિલ છે અને નિષ્ણાતની સહાયની જરૂર પડી શકે છે. |
ડીમટીરિયલાઈઝેશન અને રીમટીરિયલાઈઝેશન પ્રક્રિયાઓ, એકબીજાથી પ્રતિકૂળ રીતે અલગ છે. સરળ શબ્દોમાં, રિમટીરિયલાઈઝેશન ડિમટીરિયલાઈઝેશનના પરિણામોને ઉલટાવી દે છે.
શેર અને ઋણપત્રો ડીમટીરિયલાઈઝેશન માટે પગલાં અનુસાર માર્ગદર્શિકા
કોઈપણ ભૌતિક શેર અથવાઈટઋણપત્રોને ઈલેક્ટ્રોનિક રૂપમાં પરિવર્તિત કરવા માટે, તમારે ડીમટીરિયલાઈઝેશન રિક્વેસ્ટ ફોર્મ (ડીઆરએફ) ની જરૂર પડશે.
- આ ડીમેટ એકાઉન્ટથી શરૂ થતી એક સરળ અને વ્યાપક પ્રક્રિયા છે. તમારે ડીમેટ સેવાઓ પ્રદાન કરતા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ (ડીપી) ની જરૂર પડશે.
- ડીઆરએફ ફોર્મ ભરો અને તેને શેર પ્રમાણપત્રો સાથે સબમિટ કરો. દરેક પ્રમાણપત્ર પર “ડીમટીરિયલાઈઝેશન માટે આપેલ” નો ઉલ્લેખ કરો
- ડીપીએ શેર પ્રમાણપત્રો સાથે, તેના ડીમટીરિયલાઈઝેશનની વિનંતી ડિપોઝિટરી, રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટને મોકલવાની રહેશે.
- રજિસ્ટ્રાર, ડીપીને પ્રક્રિયાની સ્થિતિની વિશે જાણ કરશે.
- પુષ્ટિ થવા પર, રોકાણકારનું એકાઉન્ટ, શેર જમા થયાની માહિતી દર્શાવશે.
- ઇલેક્ટ્રોનિક શેર ટ્રાન્સફરમાં 15 થી 30 દિવસનો સમય લાગી શકે છે.
શેર અને રોકાણ પ્રમાણપત્રોના રિમટીરિયલાઈઝેશન માટે પગલાં અનુસાર માર્ગદર્શિકા
ડીમટીરિયલાઈઝ કરેલ રોકાણ પ્રમાણપત્રોને ફરીથી તેના જુના રૂપમાં મેળવવા માટે, તમારે રીમેટ રિક્વેસ્ટ ફોર્મ (આરઆરએફ) મેળવવાની જરૂર છે. અહીં રીમટીરિયલાઈઝેશન પ્રક્રિયાનું ટૂંકમાં વિવરણ આપેલ છે-
- ક્લાયન્ટે આરઆરએફ, ડીપીને આપવાનું રહેશે.
- ડીપી, ફોર્મ સાથે ડિપોઝિટરીનો સંપર્ક કરશે. ડિપોઝિટરી વિનંતીને રજિસ્ટ્રારને ફોરવર્ડ કરશે
- ડીપી, રજિસ્ટ્રારને ફોર્મ મોકલશે.
- રજિસ્ટ્રાર, નવા ભૌતિક પ્રમાણપત્રો છાપશે અને તેને રોકાણકારને મોકલશે.
- રજિસ્ટ્રાર દ્વારા ડિપોઝિટરીને રીમેટ વિનંતીની પુષ્ટિ કરી લીધા પછી, રોકાણકારને ડીપી સાથેના ખાતામાં નવા પ્રમાણપત્રો પ્રાપ્ત થાય છે.
- રીમટેરિયલાઇઝેશનમાં 30 દિવસનો સમય લાગી શકે છે
ડીમટીરિયલાઈઝ થયેલ રોકાણ પ્રમાણપત્રો કેવી રીતે વેચવા અને ખરીદવા?
ડીમટીરિયલાઈઝ થયેલ રોકાણ પ્રમાણપત્રોને ખરીદવા અને વેચવાની પ્રક્રિયા હકીકતમાં, ભૌતિક રોકાણ પ્રમાણપત્રો ખરીદવા અને વેચવાની પ્રક્રિયા જેવી જ છે. અહીં ખરીદી અને વેચાણ પ્રક્રિયાઓનું ટૂંકમાં વિવરણ આપેલ છે:
ડીમટીરિયલાઈઝ થયેલ રોકાણ પ્રમાણપત્રો ખરીદવા
- ટ્રાન્ઝેક્શન માટે વિશ્વસનીય અને અનુભવી બ્રોકર શોધો
- બ્રોકર, ખરીદીના દિવસે તેના એકાઉન્ટમાં રોકાણ પ્રમાણપત્રો પ્રાપ્ત કરશે
- બ્રોકર, તેના એકાઉન્ટને ડેબિટ કરવા અને રોકાણકારના ખાતામાં ક્રેડિટ કરવા માટે ડીપીનો સંપર્ક કરશે
- જો એકાઉન્ટ ખોલાવતી વખતે કોઈ સ્પષ્ટ સૂચના આપવામાં આવી ન હોય તો રોકાણકારે ક્રેડિટ મેળવવા માટે ડીપીને પ્રાપ્તિ માટેની સૂચના મોકલવાની રહેશે.
ડીમટીરિયલાઈઝ થયેલ રોકાણ પ્રમાણપત્રો વેચવા
- તમે એનએસડીએલ સાથે સંકળાયેલ કોઈપણ સ્ટોક એક્સચેન્જમાં, બ્રોકર દ્વારા આ રોકાણ પ્રમાણપત્રો વેચી શકો છો.
- ડીપીને બીઓ એકાઉન્ટ ડેબિટ કરવા અને બ્રોકરના ખાતામાં ક્રેડિટ કરવાની સૂચના પ્રાપ્ત થવી જોઈએ.
- બ્રોકરે સૂચના સ્લિપ દ્વારા ક્લિયરિંગ કોર્પોરેશનને ડિલિવરી માટે ડીપીને સૂચનાઓ આપવાની જરૂર છે.
- બ્રોકર સ્ટોક એક્સચેન્જમાંથી ચુકવણી મેળવશે અને જ્યારે વેચનારને, રોકાણ પ્રમાણપત્રોને વેચાણમાંથી ચુકવણી મળશે.
- ડીમટીરિયલાઈઝેશનથી ટ્રાન્ઝેક્શન, પહેલા કરતા વધુ સરળ અને સહેલા બની ગયા છે. તેના કારણે ઘણા બધા નાના રોકાણકારો અને નવા વેપારીઓ માટે શેરબજારના દરવાજા ખુલી ગયા છે અને સાથે છેતરપિંડી અને બનાવતી લખાણોના જોખમો ઘટી ગયા છે.